સેન્ટ્રલ અમેરિકામાં ભયાનક વિન્ટર સ્ટોર્મ, 6 રાજ્યોમાં ઇમર્જન્સી

સેન્ટ્રલ અમેરિકામાં ભયાનક વિન્ટર સ્ટોર્મ, 6 રાજ્યોમાં ઇમર્જન્સી

સેન્ટ્રલ અમેરિકામાં ભયાનક વિન્ટર સ્ટોર્મ, 6 રાજ્યોમાં ઇમર્જન્સી

Blog Article

મધ્ય અમેરિકાના રાજ્યોમાં શનિવારથી ચાલુ થયેલા બરફના તોફાનને પગલે છથી રાજ્યોમાં ઇમર્જન્સી જાહેર કરાઈ હતી. ભીષણ બરફ વર્ષના કારણે 60 મિલિયનથી વધુ લોકો પ્રભાવિત થવાનો અંદાજ છે. કેટલાંક રાજ્યોમાં બે ફૂટથી વધુ બરફના થર જામ્યા હતા. ચાલુ વર્ષે પ્રથમ વિન્ટર સ્ટોર્મ દરમિયાન કેટલાંક રાજ્યોમાં 10 વર્ષમાં સૌથી ભીષણ બરફવર્ષાની આગાહી કરાઈ હતી. મિઝોરી, વર્જીનિયા, કેન્ટુકુ, કેન્સાસ અને અર્કાન્સાસ રાજ્યપાલોએ ઇમર્જન્સીની જાહેરાત કરી હતી. ન્યુ જર્સીના ગવર્નર ફિલ મર્ફીએ સાત કાઉન્ટીઓ માટે કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી.
નેશનલ વેધર સર્વિસે 30 રાજ્યોમાં વેધર એલર્ટ જારી કર્યો હતો. વિવિધ રાજ્યોના એરપોર્ટો બરફની ચાદર છવાઈ જતાં સૈકડો ફ્લાઇટ રદ કરાઈ હતી.

કેન્સાસ અને ઇન્ડિયાના રાજ્યોના મોટાભાગના વિસ્તારમાં મુખ્ય રોડ બરફથી ઢંકાઈ ગયાં હતાં. રાજ્યોમાં બરફમાં ફસાયેલા વાહનચાલકો મદદ કરવા માટે નેશનલ ગાર્ડને સક્રિય કરાયા હતા. ઇન્ટરસ્ટેટ-70 માર્ગના ઉત્તરના વિસ્તારોમાં ઓછામાં ઓછા આઠ ઇંચ બરફવર્ષાની ધારણા છે. નેશનલ વેધર સર્વિસે સોમવાર સુધીમાં કેન્સાસ અને મિઝોરીથી લઇને ન્યુ જર્સી સુધીના રાજ્યોમાં વિન્ટર સ્ટોર્મની વોર્નિંગ જારી કરી હતી. કેન્સાસ અને મિઝોરીમાં બરફનું તોફાન ચાલુ થઈ ગયું હતું.

અમેરિકન એરલાઈન્સે કેન્સાસથી ન્યુ જર્સી સુધીના 46 એરપોર્ટના મુસાફરો માટે ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી હતી. વોશિંગ્ટન રિજનમાં રવિવારની રાતથી સોમવાર સુધી 10 ઇંચ સુધીનો બરફ પડી શકે છે. સેન્ટ્રલ અમેરિકામાં ચાલુ થયેલો વિન્ટર સ્ટોર્મ બે દિવસમાં પૂર્વ અમેરિકામાં આગળ વધવાની ધારણા છે.

ઈન્ડિયાનામાં ઈન્ટરસ્ટેટ 64 અને યુએસ રૂટ 41ના મોટોભાગના વિસ્તારમાં બરફથી ઢંકાઈ ગયો હતો. ઈન્ડિયાના સ્ટેટ પોલીસે વાહનચાલકોને રસ્તાઓથી દૂર રહેવા વિનંતી કરી હતી. મધ્ય કેન્સાસના I-70 માર્ગને શનિવારે બપોરે બંધ કરાયો હતો. કેન્સાસ અને નોર્થ મિઝોરીના કેટલાંક વિસ્તારોમાં 14 ઇંચ (35.6 સેન્ટિમીટર) બરફવર્ષાની આગાહી છે.
વિન્ટર સ્ટોર્મ સોમવારે ઓહાયો વેલી તરફ આગળ વધવાની ધારણા છે, તેનાથી વાહનવ્યવહાર ખોરવાઈ જવાની શક્યતા છે. સોમવારે મધ્ય-એટલાન્ટિક રાજ્યો અને દક્ષિણ ફ્લોરિડા સુધી હાડ થીજવતી ઠંડીની ધારણા છે. નેશનલ વેધર સર્વિસે વોર્નિંગ આપી હતી કે વિન્ટર સ્ટોર્મ લોએર મિસિસિપી વેલીને પાર કરે તે પહેલા ટોર્નિડો અને કરા સાથે ભારે વાવાઝોડાની ધારણા છે.

કેન્સાસના સેલિનામાં એક ફાયર ટ્રક, ઘણા ટ્રેક્ટર-ટ્રેલર્સ અને પેસેન્જર વાહનો પલટી ગયા હતાં. ટ્રેકિંગ પ્લેટફોર્મ ફ્લાઈટઅવેરના જણાવ્યા અનુસાર રવિવારે મિઝોરીના સેન્ટ લૂઈસ લેમ્બર્ટ ઈન્ટરનેશનલ એરપોર્ટની આશરે 200 ફ્લાઇટ્સ રદ કરાઈ હતી. કેન્સાસ સિટી ઇન્ટરનેશનલ એરપોર્ટે શનિવારે બપોરે બરફના કારણે અસ્થાયી રૂપે ફ્લાઇટ કામગીરી અટકાવી દીધી હતી. રનવે ફરીથી ખોલતા પહેલા કેન્સાસ સિટીના વડાના ચાર્ટર પ્લેન સહિત ડઝનબંધ ફ્લાઇટ્સ વિલંબિત થઈ હતી.

સોમવારથી અમેરિકાના 66 ટકા વિસ્તારોમાં ખતરનાક હાડ થીજવતી ઠંડી અને બર્ફિલા પવનો ચાલુ થશે. તેનાથી તાપમાન સામાન્ય કરતાં 12 થી 25 ડિગ્રી ગગડવાની ધારણા છે. શિકાગોમાં રવિવારે તાપમાન માઈનસ 7 થી 10 ડિગ્રી સેલ્સિયસ અને મિનેપોલિસમાં માઈનસ 18 ડિગ્રી નોંધાયું હતું.

વર્જિનિયાના ગવર્નર ગ્લેન યંગકિને તોફાન પહેલા શુક્રવારે સાંજે કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી. કેન્સાસ, કેન્ટુકી, મેરીલેન્ડ અને મધ્ય ઇલિનોઇસના બહુવિધ શહેરોમાં પણ ઇમર્જન્સી જાહેર કરાઈ હતી. બાલ્ટીમોરમાં વેધર એલર્ટ જારી કરાયો હતો. શહેરમાં તાપમાન ઘટીને માઇનસ 10.56 ડિગ્રી થવાની ધારણા છે. મંગળવાર સુધી આવી કાતિલ ઠંડીની ધારણા છે.

ભારે બરફવર્ષાથી જર્મનીમાં પણ જનજીવન પ્રભાવિત થયું હતું. સત્તાવાળાઓએ ડ્રાઇવરો અને રાહદારીઓ માટે બ્લેક આઇસ વોર્નિંગ જારી કરી છે, લોકોને જ્યાં શક્ય હોય ત્યાં ઘરે રહેવાની સલાહ આપી છે. ફ્રેન્કફર્ટ એરપોર્ટે રવિવારે 120 ફ્લાઇટ રદ કરી હતી. મ્યુનિક એરપોર્ટ પર માત્ર એક રનવે ખુલ્લો હતો. બેડન-વુર્ટેમબર્ગમાં હેમિંગેન શહેર નજીક એક બસ રોડ પરથી લપસી જતાં આઠ લોકો ઘાયલ થયા હતાં.ફ્રેન્કફર્ટ વિસ્તારમાં લાંબા-અંતરના ટ્રેન અનિયમિત બની હતી.

Report this page